છેડતી કરનારા યુવક અને પરિવાર સહિતનાઓએ 4 યુવતી અને 1 યુવક પર હુમલો કર્યો
જામનગર, 19: જામનગરમાં ખંભાળિયા
નાકા બહાર આવેલી એક વાડીમાં લગ્ન પ્રસંગે યોજાયો
હતો. જેમાં કેટરર્સનું કામ કરવા આવેલી યુવતીઓની કોઈ શખ્સ દ્વારા છેડતી કરવામાં આવી
હોવાનો આક્ષેપ થયો હતો. તેથી કેટરર્સમાં કામ કરતી યુવતી વગેરેએ છેડતી કરનાર યુવકના
પરિવારને ત્યાં જ હોવાથી તેને જાણ કરતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.
મારામારી થતા આ સમયે કેટરર્સનું
કામ કરતી પાંચ યુવતીઓ અને તેની સાથે કામ કરતો એક યુવક તુરત જ વાડી છોડીને છેક ખંભાળિયા
નાકા સુધી ભાગ્યા હતા. દરમિયાન છેડતી કરનાર સહિતના લોકોએ પીછો કરીને ત્યાં પણ ફરીથી
પાંચેય ઉપર હુમલો કરાતાં તમામને મૂઢ ઇજા થઈ હતી. તમામને સારવાર માટે જામનગરની સરકારી
જી.જી. હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ઇજા પામનાર યુવતી અને તેના પરિવારજનોએ પોલીસ ફરિયાદ
નોંધાવવા માટેની કાર્યવાહી શરુ કરી હતી.