• ગુરુવાર, 19 જૂન, 2025

જોડિયામાંથી બે વર્ષ પહેલા સગીરાને ઉઠાવી જનાર શખસ ઝડપાયો કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ : સગીરાએ બાળકીને આપ્યો છે જન્મ

જામનગર, તા. 19: જામનગરના જોડિયામાંથી બે વર્ષ પહેલા સગીરાનું અપહરણ કરનારા શખસને પોલીસે ભાદરા પાટીયા પાસેથી સગીરા સાથે ઝડપી લીધો હતો. સગીરાને હાલ નવ માસની બાળકી હોવાનું ખુલ્યું છે. 

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મિયાણા ગામનો હૈદરઅલી દોસ્તમહમદ જામ નામનો 21 વર્ષનો શખસ જોડીયાની સગીરાને ઉઠાવી ગયો હોવાની ફરિયાદ જે તે વખતે જોડીયા પોલીસ મથકમાં નોંધાવાઈ હતી. દરમિયાન જામનગરના એ.એચ.ટી.યૂ. વિભાગના પી.આઈ એ.એ. ખોખર અને સ્ટાફને  મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીને  જોડિયાના પોલીસે વોચ ગોઠવી મોડી રાત્રે આરોપી હૈદરઅલી જામને ઝડપી લીધો હતો. જેને આજે અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સાથે સગીરા પણ મળી આવી હતી. જે સગીરા સાથે આરોપીએ અનેકવાર દુષ્કર્મ આચર્યુ હોવાથી તેણી ગર્ભવતી બની ગઈ હતી અને હાલ તેણીએ એક બાળકીને જન્મ આપી દીધો છે. જે બાળકી પણ હાલ નવ માસની છે. પોલીસે સગીરાને તબીબી ચકાસણી અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મોકલી આપી છે. ઉપરાંત આરોપી સામે દુષ્કર્મ અંગેની કલમનો ઉમેરો કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક