અમદાવાદ, તા.8: બનાસકાંઠાના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણે મોડી રાત્રે પોતાના ઘરના રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેઓ ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ થઇને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા હતા. મૃતક સામે પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધાયો હતો.
મૃતક પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ
ચૌહાણે સ્યુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો છે, અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાથી આપઘાત
કર્યો હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. જેમાં પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુડા
અને પીઆઇ બી.પી. ખરાડી સામે આક્ષેપ કર્યો છે. જેથી પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો
છે. આ ઉપરાંત નલિયા સીએચસીના મેડિકલ ઓફિસર સામે પણ આક્ષેપ કરાયો છે. ઘટનાની જાણ થતા
પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.