• ગુરુવાર, 19 જૂન, 2025

જેપર ગામના પાટિયા પાસે અકસ્માતમાં બે વ્યક્તિનાં મૃત્યુ

બાઈક અને ટ્રેલર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખસેડાયો

સુરેન્દ્રનગર, તા.9: સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોના બનાવો વચ્ચે વધુ એક અકસ્માતની ઘટના બની છે. આ ગંભીર અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ નીપજ્ય છે, જ્યારે એક ઈજાગ્રસ્ત યુવાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

બનાવ પ્રાપ્ત વિગત મુજબ જેપર ગામના પાટિયા પાસે બાઈક અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં ધ્રાંગધ્રાના પીપળા ગામના રહેવાસી રોહિત ગેલાભાઈ માલકીયા અને ગીતાબેન ગેલાભાઈ માલકીયાનું મૃત્યુ થયું હતું જ્યારે એક ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક