જામનગર પંથકમાં જુગાર રમતા 4 મહિલા સહિત 20 શખસને પકડી રોકડ સહિત રૂ.3.73 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
જામનગર
તા. 9: જામનગર શહેર, જામજોધપુર અને ધ્રોલમાં પોલીસે જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા પાડયા
હતા જેમાં 4 મહિલા સહિત 20 પત્તા પ્રેમીની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ, જુગારનું
સાહિત્ય સહિત રૂ.3.73 લાખનો મુદ્દામાલ કબજે
કર્યો હતો.
જામનગરમાં
રાજગોર ફળી વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ ભરત
મોહનભાઈ કલ્યાણી, પંકજ બળવંતરાય દવે, નરેશ ચમનલાલ શાહ, સુરેશ વલ્લભભાઈ બુદ્ધદેવ અને
લવેસ કાંતિલાલ વ્યાસ વગેરેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 15,300ની રોકડ રકમ સહિતનો
મુદ્દામાલ કબજે કર્યો હતો.
બીજો
દરોડો દરોડામાં લતીપરમાં જુગાર રમી રહેલી 4 મહિલા સહિત 6 શખસની અટકાયત કરી તેઓ પાસેથી
રૂપિયા 6,390ની રોકડ રકમ કરી હતી. જ્યારે જામજોધપુર તાલુકાના જીણાંવારી ગામમાં રહેતા
ખેડૂત ધર્મેશભાઈ જેસાભાઈ કારેણાની વાડીની ઓરડીમાંથી જુગાર રમી રહેલા 9 શખસની અટકાયત
કરી તેઓ પાસેથી રોકડ રકમ તથા વાહન અને મોબાઈલ ફોન સહિત રૂ.3,52,000ની માલમતા કબજે કરી
છે.
યુવાનનો
આપઘાત: જામજોધપુર તાલુકાના રબારીકા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા હાર્દિક દિનેશભાઈ
સીતાપરા નામના 20 વર્ષના ખેડૂત યુવાને પોતાના ગામના કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી
લીધી છે. આ બનાવ અંગે મૃતકના પિતા દિનેશભાઈ રામજીભાઈ સીતાપરાએ પોલીસને જાણ કરતા જામજોધપુરના
પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.આર.જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી
પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન હાર્દિકના પિતાને
હૃદય રોગનો હુમલો આવી ગયો હતો તેમજ તેની માતાને પણ પક્ષાઘાતનો આંચકો આવી ગયો હોવાથી
માતા-પિતા બંનેની ચિંતામાં પોતે આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.