હિરલબા સહિત ત્રણેય એક દી’ના રિમાન્ડ ઉપર
જૂનાગઢ,
તા.10: જૂનાગઢના ત્રણ વ્યક્તિઓના નામે પોરબંદરના હિરલબા જાડેજા તથા તેમના સાગ્રીતોએ
રર બેંક ખાતા ખોલાવી રૂ.186 કરોડના ટ્રાન્જેક્શનમાંથી રૂ.185 કરોડ ઉપાડયાનો જૂનાગઢ
એસ.ઓ.જી. પોલીસે પર્દાફાશ કરી, ત્રણેયને કોર્ટમાં રજુ કરી એક દી’ના રિમાન્ડ મેળવી તપાસ
હાથ ધરી છે.
પોરબંદર
પંથકના હિરલબા જાડેજા તથા તેમના સાગરીતોના સાયબર ફ્રોડમાં ધરપકડ બાદ જૂનાગઢ એસ.ઓ.જી.ને
ફરિયાદ મળી હતી કે, જૂનાગઢના પ્રતાપ ભરાડ, પારસ જોષી અને ભરત સુત્રેજા પાસેથી કપટપૂર્વક
પ્રલોભન આપી તેઓના દસ્તાવેજો મેળવી તેમના નામે બોગસ પેઢીઓ બનાવી, જી.એસ.ટી.નંબર મેળવી
રર બેંક ખાતા ખોલાવી મોટી રકમનો સાયબર ફ્રોડ હિરલાબા ટોળકીએ કર્યો છે. તે આધારે ચાર
શખસ સામે સાયબર ફ્રોડનો ગુનો નોંધી ટ્રાન્સફર વોરંટથી હિરલબા જાડેજા અને તેના બે સાગરીતોનો
કબ્જો લઈ ધરપકડ કરી, કોર્ટમાં રજૂ કરી એક દિવસના પોલીસ રીમાન્ડ ઉપર મેળવાયા છે. પોલીસ
તપાસમાં આ ટોળકીએ રર બેંક ખાતાઓમાં સાયબર ફ્રોડના રૂ.186 કરોડનું ટ્રાન્જેક્શન કર્યુ
છે. તે પૈકી રૂ.18પ કરોડ અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર તથા રોકડ ઉપાડ કરી બેંક ખાતા
બંધ કર્યા છે. આ ટોળકી દ્વારા અન્ય બેંક ખાતાઓમાં પણ સાયબર ફ્રોડના નાણા સગેવગે કર્યાની
શક્યતા જણાતા ઉંડી તપાસ હાથ ધરી છે.