• ગુરુવાર, 19 જૂન, 2025

જામનગરની જી.જી.હોસ્પિટલમાં યુવક-યુવતીએ ધમાલ મચાવી

જામનગર, તા.10: જામનગરની જી.જી.હોસ્પિટલમાં આવેલા ટ્રોમા વોર્ડમાં ગઈકાલે સાંજે ચારેક વાગ્યે સંગીતા નામની એક યુવતી તથા એક અજાણ્યો શખસ આવ્યા હતા. સંગીતાની સારવાર માટે આવેલા આ વ્યક્તિઓ કોઈ કારણથી બોલાચાલી કરવા લાગ્યા હતા.

આ વેળાએ ત્યાં ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડ વિનોદરામ દોસાધ તેઓને સમજાવવા ગયા ત્યારે વિનોદરામ સાથે બોલાચાલી કરી સંગીતાએ તેઓને લાત મારી દીધી હતી. તે પછી બન્ને વ્યક્તિ ચાલ્યા ગયા હતા. થોડીવાર પછી ફરીથી સંગીતા અને અજાણ્યો શખસ આવી ચઢ્યા હતા. તેઓએ સિક્યુરિટી ગાર્ડ રઘુવીરસિંહ જેઠુભા સાથે બોલાચાલી કરી હતી એન સંગીતાએ તેઓને ગાળો ભાંડી હતી. સાથે રહેલા શખસે પોતાના હાથમાં પહેરેલુ કડુ માથામાં ઝીંકી દીધું હતું. રઘુવીરસિંહે આ બાબતની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, જી.જી.હોસ્પિટલમાં વર્ષોથી સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. તે પછી ખાનગી સિક્યુરિટી એજન્સીને કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે તો પણ અવારનવાર જી.જી.હોસ્પિટલમાં આવી રીતે ધમાલ મચતી રહે છે.

ઇ-પેપરના નવા શુલ્ક