અમરેલી,
તા.18: સાવરકુંડલા ગામે રહેતા આરોપીઓ મોહસીનભાઈ, નિરવભાઈ, ઈમરાન ઉર્ફે ટીમો તથા મુનીર
નામના ઈસમોએ સાથે મળી કાવતરું રચી સાવરકુંડલા ગામે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા
અરસીન બાલુભાઈ ધીમેચા નામના 20 વર્ષીય યુવકને વિશ્વાસમાં લઈ તા.7-3 થી તા.17-6 દરમિયાન
યુવકના બેંકના ખાતામાં રૂપિયા એક લાખ જમા કરાવવા છે અને તેમાં રૂપિયા 4 હજાર કમિશન
મળશે તેમ વાત કરી અને આ યુવકના ખાતામાં સાયબર ફ્રોડના ગેરકાયદે નાણા રૂપિયા 4,94,258
જમા કરાવી અને યુવકના બેંક ખાતાના ડોક્યુમેન્ટ અને મોબાઈલ ફોન આરોપીઓએ પોતાની પાસે
રાખી જમા કરાવેલા નાણા અલગ અલગ રીતે યુવકના બેંક ખાતામાંથી ઉપાડી લઈ અને યુવક સાથે
વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.