સાયબર
પોલીસે બન્ને આરોપીઓની અટકાયત કરી એરગન સહિતના 3 હથિયાર કબજે કર્યા
જામનગર,
તા.18: જામનગરમાં મયુરનગર વિસ્તારમાં રહેતા એક શખસ દ્વારા પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી
પર બે હથિયાર રાખીને સીન સપાટા કરતો ફોટો-િવડિયો મુક્યો હતો. જેના આધારે સાયબર ક્રાઈમ
પોલીસ સ્ટશેનની ટીમ દ્વારા તેની સામે ગુનો નોંધી બન્ને હથીયાર કબજે કરી લેવાયા છે.
આ ઉપરાંત તેના જ મિત્ર એવા હાર્ડવેરના વેપારી વિભાપરના શખસ દ્વારા પણ પોતાના ઈન્સ્ટાગ્રામની
આઈડીમાં એરગન દેખાડીને સીન સપાટા કર્યા હોવાથી સાયબર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તેની
અટકાયત કરી એરગન સહિતના 3 હથિયાર કબજે કરાયા છે.
આ
બનાવની વિગત એવી છે કે, આ કામના આરોપી જામનગરના શિવરાસિંહ ઉર્ફે શિવો રાજેન્દ્રસિંહ
નારૂભા જાડેજાએ પોતાના એક હાથમાં ડબલ બેરલ ગન તથા બીજા હાથમાં પિસ્ટલવાળો ફોટો રાખી
જાહેરમાં નિકળી સોશિયલ મિડીયા પર પોતાની આઈ.ડી. ફેમસ કરવા પોતાની ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.
ઉપર પોસ્ટ આજદિન સુધી રાખી હતી.
આ
ઉપરાંત વિભાપરના આરોપી મિત રાજેશભાઈ ભીખાભાઈ પણસારાએ પોતાના હાથમાં એરગન રાખી જાહેરમાં
નિકળી સોશિયલ મિડીયા પર પોતાની આઈ.ડી.ફેમસ કરવા પોતાની ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. ઉપર પોસ્ટ
કર્યો હતો. બન્ને આરોપીઓએ હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી સીટી સી.ડીવી.
પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના એએસઆઈ
ભગીરથસિંહ જાડેજા ફરિયાદી બન્યા છે.
પોલીસની
ટીમ દ્વારા બન્ને આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી ત્રણ હથિયાર
કબજે કરી લેવાયા છે. જ્યારે વધુ પૂછપરછ અને આગળની તપાસ માટે બન્ને આરોપીઓનો કબજો સીટી
સી.િડવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો છે.