જામનગર તા. 19: જામનગરના નેવીમોડા ગામના હરદીપાસિંહ જાડેજાની વાડીમા આવેલ રહેણાંક મકાને પોલીસે રેડ પાડી હતી. આ વેળાએ બનાવટી દારૂ બનાવવાની ફેકટરી ધમધમતી હોવાનો પર્દાફાશ થયો હતો. આરોપીઓ અંગ્રેજી દારૂ જેવો બનાવટી દારૂ બનાવી કંપનીના ખોટા સ્ટીકરો લગાવી દેતાં હતાં. કેમીકલના ઉપયોગ થકી બનાવટી દારૂ બનાવવાની ફેકટરીમાં વિદેશી દારૂ જેવો દારૂ બનાવી દારૂના ચપલા (પાઉચ)-1056 તથા અન્ય પદાર્થ (કેમીકલ) તથા સાધન સામગ્રી મોબાઇલ ફોન તથા વાહન મળી કુલ રૂ. 7,28,450નો મુદ્દામાલ ઝડપાયો હતો.
આરોપી હરદીપાસિંહ ઉર્ફે લાલો
મહાવિરાસિંહ ઉર્ફે સુખદેવાસિંહ ઉર્ફે સુખુભા જાડેજા, શ્રીરાજાસિંહ ઉર્ફે સિધ્ધરાજાસિંહ
ઉપેન્દ્રાસિંહ , અર્જુનસીંગ તેજસીંગ સોઢા, સુર્યપ્રતાપસીંગ ભાનુપ્રતાપસીંગ રાઠોડ, સૈતાનસીંગ
ઉકારસીંગ રાઠોડ અને સાવરલાલ ધેવરચંદ્ર મેવાળા કલાળને પકડી પાડયા હતા.