જામનગર, તા.20: સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિધ્ધિ અને પોતાનો પ્રભાવ વધારવા અને અલગ છાપ ઉભી કરવા હેતુસર હથિયાર સાથેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતા 4 નબીરાઓને જામનગર સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ઝડપી પાડયા છે.
જામનગરમાં
સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ એપ્લીકેશનનો ઉપયોગ કરી પોતાના ફોલોઅર્સ વધારવા તથા
પોતાની અનોખી છાપ ઉભી કરવા તેમજ લોકોમાં પોતાની અનોખી ઓળખ બનાવવા માટે હથિયાર સાથે
અલગ અલગ પ્લેટ ફોર્મ પર વિડીયો તથા ફોટો અપલોડ કરાયા હતા. જેથી જાહેર જનતાની સુરક્ષા
માટે જામનગર પોલીસની ટીમ દ્વારા મોનીટરીંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ
ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ધારકો દ્વારા પોતાની આઇ.ડી. ફેમસ કરવા પિસ્ટલ એરગન વાળા ફોટાઓ
રાખી જિલ્લા કલેકટરના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કર્યો હોય જેઓ વિરૂધ્ધ ગુનો દાખલ
કરવામાં આવ્યા છે. જે મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી. ગોહિલ અને સ્ટાફ
દ્વારા આરોપીઓ અભયપુરી જીતેન્દ્રપુરી ગૌસ્વામી, દેવ કૌશિકભાઇ ભટ્ટ, જયપાલસિંહ ગોહિલ
અને રાહુલભાઇ ઇશ્વરભાઇ ભટ્ટને ઝડપી લઇ કાર્યવાહી કરવામાં આવી છે.