• રવિવાર, 13 જુલાઈ, 2025

સરકારી સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓમાં પણ કરચોરી ઝડપાઈ લ જઋજઝ વિભાગે દાહોદ અને વેરાવળના ચાર કરદાતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને

45 કરોડથી વધુની

કરચોરી પકડી

અમદાવાદ, તા.20 : સરકારી સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓમાં કરવેરા પાલનને મજબૂત બનાવવા અને કરચોરીને રોકવાના સતત પ્રયાસોના ભાગરૂપે ગુજરાત રાજ્ય જીએસટી વિભાગ દ્વારા 9 જૂન 2025ના રોજ દાહોદ અને વેરાવળ ખાતે આવેલા ચાર કરદાતાઓ વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેઓ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સહાયતા પ્રાપ્ત યોજનાઓ જેમ કે મનરેગા સહિતની વિવિધ સરકારી યોજનાઓ હેઠળ કામો હાથ ધરતા હતા.

આ તપાસ દરિમયાન ઘણી ગેરરીતિ મળી આવી હતી, જેમ કે કરપાત્ર સેવાઓને ખોટી રીતે કરમુક્ત તરીકે વર્ગિકૃત કરવી, બેન્ક ખાતામાં મળેલ રકમની તુલનામાં ટર્નઓવર ઓછું દર્શાવવું તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી)નો અનઅધિકૃત અને અયોગ્ય લાભ લેવો. આ ચાર કરદાતાઓ દ્વારા ઇરાદાપૂર્વક કરચોરી અને સરકારી ભંડોળનો દુરપયોગ કરવાના ઉદ્દેશથી આચરવામાં આવેલી ગેરરીતીઓ તરફ નિર્દેશ કરે છે. પ્રાથિમક ચકાસણી અનુસાર આ 4 કરદાતાની કુલ જવાબદારી વેરો, વ્યાજ અને દંડ સહિત રૂ.45 કરોડથી વધુ છે. રાજ્ય જીએસટી વિભાગ દ્વારા સરકારી આવકના રક્ષણ અને વસૂલાત માટે જરૂરી તમામ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક