જામ ખંભાળિયા, તા.20 : આધારકાર્ડ નંબર દ્વારા બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટના ક્લાનિંગ દ્વારા ભોગ બનનારના રૂ.66 હજાર પડાવી લેનાર ઠગની દિલ્હી ખાતેથી ધરપકડ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
મળતી
માહિતી મુજબ એક ફરિયાદી ભોગ બનનારની ફરિયાદના આધારે ફરિયાદી તથા ભોગ બનનારાના આધારકાર્ડના
નંબરો દ્વારા ફરિયાદી ભોગ બનનારના રૂ.66 હજારની છેતરપિંડી આચરી હતી. જે અંગે અત્રેના
સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. જે અનુસંધાને સાયબર ક્રાઈમ પી.આઈ
વી.કે.કોઠિયા દ્વારા ઉપરોક્ત ગુનાના મૂળ સુધી પહોંચી આખા નેટવર્કનો પર્દાફાશ કરી મુખ્ય
સૂત્રધારની ધરપકડ કરવા સાયબર ક્રાઇમની ટીમને તુરંત જ રવાના કરી ટેકનિકલ એનાલિસિસ અને
હ્યુમન સોર્સ આધારે વર્કઆઉટ કરી રાજીવનગર ઉત્તર દિલ્હી ખાતેથી છેતરાપિંડી કરનાર મુખ્ય
સૂત્રધાર આરોપી સંજય હીરા લાલ નામના શખસને 1 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડયો હતો.