રૂ.1.52 લાખનો મુદ્દામાલ કબજે
જામનગર,
તા.21: જામનગર શહેરમાં ગત તા.15ના રોજ ફરિયાદી જાહીદ ઈકબાલ સૈયદ મોટરસાઇકલ લઈને નોકરી
પર જતા હતા તે દરમિયાન હાપા રેલ્વે યાર્ડ પાસે બે અજાણ્યા શખસોએ પોતાનું મોટરસાઇકલ
અથડાવી, છરી બતાવી જાહિદના ખિસ્સામાં તપાસ કરતા કંઈ મળી આવેલું ન હોય ત્યારે કરશન ચંદુભાઈ
ઝાલા નોકરી પુરી કરી મોટરસાયક પર ઘરે જઈ રહયા હતા તે દરમિયાન બે અજાણ્યા આરોપીઓએ તેને
છરી બતાવી ખિસ્સામાંથી રોકડ રૂ.1500 તથા સોનાનો પેન્ડલવાળો ચેન લૂંટી લઈ નાસી ગયા હતા.ઉપરાંત
બીજી લૂંટ ગત તા.15ના રોજ ફરિયાદી અજયસિંહ શિવુભા જાડેજા પગપાળા ચાલીને સપડા દર્શન
કરવા જતા હતા ત્યારે રાજપાર્ક પાસે બે અજાણ્યા શખસો આવી છરી વડે ઈજા કરી અજયસિંહના
ખિસ્સામાંથી રૂ.1500ની લૂંટ ચલાવી નાસી ગયાની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં
નોંધાવાઈ હતી.
આ બે
લૂંટની ફરિયાદના આધારે એલસીબીએઁ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં લૂંટને
અંજામ આપનાર બંને આરોપીઓ આમીન ઉર્ફે નવાજ રફીકભાઈ ચાવડા તથા હમદ ઉર્ફે અબાડો રફીકભાઈ
કથીરા પાસેથી લૂંટમાં ગયેલ સોનાના દાગીના, રોકડ રૂપિયા, મોટરસાઇકલ, છરી સહિત કુલ રૂ.1,52,050ના
મુદામાલ સાથે લાલવાડી દેરાસર નજીકથી ઝડપી લીધા હતા.