• રવિવાર, 13 જુલાઈ, 2025

ટીંબડી ગામે રૂ.4,11,000નો દારૂ પકડાયો, બુટલેગર ફરાર

જેતપુર, તા.ર1: જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામે ગત રાત્રીના પોલીસે ખેતરમાં અંદર સંતાડેલો વિદેશી દારૂ, દેશી દારૂ, ઠંડો ગરમ દારૂ બનાવવાનો આથો સહિતની દારૂની ભઠ્ઠી ઝડપી પાડી કુલ કિ.રૂ.4,11,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુર તાલુકા પોલીસના પીઆઈ એ.એમ.હેરમા, પીએસઆઈ બી.ડી.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે હકીકત મળી કે, જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામના ધર્મેશ ઉર્ફે ધમો બાવનજીભાઈ મકવાણાના કબજા ભોગવટાના ખેતરમાં જમીનમાં અંદર ખાડો કરી સંતાડીને રાખેલો ઈંંગ્લિશ દારૂ તેમજ રહેણાંક મકાનની બાજુમાં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચલાવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે રેઈડ કરતા તે જગ્યાએથી ઈંગ્લિશ દારૂની નાની મોટી બોટલો નંગ 460 કિંમત રૂપિયા ર,પ1,000/- તથા દેશીદારૂ લીટર 100 કિંમત રૂપીયા ર0,000/- તથા ઠંડો તથા ગરમ આથો લીટર પ300 કિંમત રૂપીયા 1,32,500/- મળીને કુલ મુદ્દામાલ કિંમત રૂપીયા 4,11,000/- ઝડપી પાડયો છે. જ્યારે આ રેઈડ દરમિયાન આરોપી ધર્મેશ ઉર્ફે ધમો બાવનજીભાઈ મકવાણા નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક