રોકડા
સવા લાખ, મોબાઇલ સહિત 4 લાખનો મુદ્દામાલ કબજે
જૂનાગઢ,
તા.15: જિલ્લાના વંથલી અને માણાવદરમાં પોલીસે ત્રણ સ્થળે જુગાર અંગે દરોડા પાડી સવા
લાખની રોકડ સાથે પાંચ મહિલાઓ સહિત 28 શખસોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢના
ધરારનગરમાં રહેતો અસલમ હુસેન શમા પોતાની વંથલીના શાપુરની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં
જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી આધારે ક્રાઇમ બ્રાંચએ ગત મોડી રાત્રે દરોડો પાડી
રોકડ રૂ.1,01,830 તથા આઠ મોબાઇલો અને ચાર બાઇકો મળી કુલ રૂ.3,81,830ના મુદ્દામાલ સાથે
આમીર હાસમ પઠાણ સાહીલ યુનુસ, સાહિલ સલીમ, ભીખા કરશનદાસ સહિત 14 પુરૂષો તથા પાંચ મહિલાઓને
ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
તેમજ
કણજાધાર ખાતે પ્રા. શાળા પાસે જાહેરમાં જુગાર રમતા ભરત કાનજી મુછડીયા સહિત ચારને રૂ.10,5,80
રોકડ સાથે ઝડપી લીધા હતા. તેમજ માણાવદર તાલુકાના ચુડવા ગામે જાહેરમાં જુગાર રમતા પાર્થસિંહ
મહાવીરસિંહ ઝાલા સહિત પાંચ શખસોને રોકડ રૂ.12,710 સાથે ઝડપી લઇ કાનૂની કાર્યવાહી હાથ
ધરવામાં આવી છે.