• રવિવાર, 20 જુલાઈ, 2025

રીબડા આપઘાત કેસમાં દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરનાર મહિલા વકિલ સામે ગુનો

એડવોકેટે સગીરાનું નામ ઉચ્ચાર્યુ, ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ

ગોંડલ, તા.18: ચકચારી અમીત ખુંટ આપઘાત કેસમાં દુષ્કર્મનો ભોગ બનનાર તથા હનીટ્રેપના ગુનામાં કાયદાનાં સંઘર્ષમાં આવેલી બાળ કિશોરનું નામ જાહેર કરવા અંગે સગીરાના મહિલા વકીલ સામે ગોંડલ તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે.

રાજકોટ હિમકરસિંહ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર બાળકોની ઓળખ સમાજમાં છતી ના થાય તેમજ આવા સગીરની કોઇ ઓળખ જાહેર કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હોય જે અન્વયે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગઇ તા.5-5-2025ના રોજ ગુનો નોંધાયો હતો જેમાં આરોપી તરીકે એક બાળકિશોરી કાયદાના સંઘર્ષમાં આવી હોય તેમજ રાજકોટ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સગીરા ભોગ બનનાર હતી. આ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનાના કામે પોલીસે પિતાની હાજરીમાં તેણીને ડીટેઇન કરી જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ રાજકોટ ખાતે મોકલી દીધી હતી. બાદમાં સગીરાને વડોદરા ખાતે બાળ સુધારણા ગૃહમાં મોકલી દીધી હતી.

 બાળ કિશોરી છુટયા બાદ તેના વકીલ ભૂમિબેન પટેલે બાળકિશોરી પાસે એક ઇન્ટરવ્યુ અપાવ્યો હતો તેમજ મીડીયા સમક્ષ પોતે બાળકિશોરીનું નામ ઉચ્ચાર્યુ હતું જે બાબતે કિશોરીના પિતાને સોશિયલ મીડીયા મારફતે જાણ થતા તેણે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાની સગીર દીકરીની ઓળખ જાહેરમાં  છતી કરવા બાબતે વકીલ ભૂમિબેન પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. બાળ કિશોરી પાસે બાઇટ અપાવી તેનું નામ તથા ઓળખ શહેર પ્લેટ ફોર્મ ઉપર છતી કરી બાળકિશોરી તથા તેના પરીવારની આબરૂને હાની પહોંચાડનાર વકીલ ભૂમિબેન પટેલ વિરૂધ્ધ પોકસો સહિતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક