• રવિવાર, 20 જુલાઈ, 2025

માણાવદરના ઝીંઝરી ગામે તાલુકા પંચાયતના મહિલા સદસ્યના પુત્ર ઉપર કુહાડી-લાકડીથી હુમલો

જૂનાગઢ, તા.18: માણાવદરના ઝીંઝરી ગામે તાલુકા પંચાયતના મહિલા સદસ્યાના પુત્ર ઉપર એક મહિલા સહિત ચાર શખસોએ ઘરમાં ઘુસી હુમલો કરી ઇજા  પહોંચાડી ફૂલઝાડનાં કુંડા અને મોબાઇલ ફેંકી દઇ બે હજારની નુકસાની કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની વિગત પ્રમાણે ઝીંઝરી ગામે રહેતા માણાવદર તાલુકા પંચાયતના મહિલા સદસ્યા લીલાવંતીબેન કાબાના પુત્ર મીત કાબા પોતાના ઘરની બહાર હોય ત્યાં અભયમ 108ની ગાડીને  જોઇ પરબત કાબા નામનો ઇસમ ત્યાં આવેલ અને તમે લોકો આ અભયમ ટીમને અહીં વારંવાર બોલાવતા હોવાનું કહી જાહેરમાં અપશબ્દો બોલી પરબત કાબા, તેનો પુત્ર યોગેશ કાબા, ચંદ્રીકા કાબા, સંજય કાબાએ કુહાડી અને લાકડી સાથેઘરમાં ઘુસી હુમલો કરી ફૂલઝાડના કુંડા તેમજ મોબાઇલ અને ઘરના દરવાજાને નુસાન કર્યું હતું. આ અંગે પંચાયતના મહિલા સદસ્યના પતિ સુભાષ કાબાએ માણાવદર પોલીસમાં ચાર શખસો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક