• રવિવાર, 20 જુલાઈ, 2025

વ્યાજની ઉઘરાણી સામે કોરા ચેકમાં સહી કરાવી લીધી 20 ટકા વ્યાજ વસુલતા જામનગરના વ્યાજખોરોના

ત્રાસથી હિજરત કરનાર યુવકનો આપઘાતનો પ્રયાસ 

રાજકોટ તા.19: રાજકોટમાં રૈયા રોડ પર નેહરૂનગરમાં રહેતાં રીયાઝભાઈ હનીફભાઈ ખલીફા ઉ.39એ જામનગરના જગદીશ જેઠવાણી, જયરાજ લક્ષ્મણ લઈયા, પાર્થ લાભુ ગઢવી અને ઈમરાન અનવર ખેરાણી સામે ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અગાઉ  જામનગર રહેતો હતો જામનગરમાં 2016માં ગાડી લે-વેચનો ધંધો શરૂ કર્યો હતો તેમાં મિત્ર જગદીશ ભાગીદાર હતો તેમાં 10 લાખની ખોટ આવતા જગદીશ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ઉંચા વ્યાજ સાથે 20 લાખની માગણી કરતો હતો ધંધામા નુકશાની જતા રૂપિયાની જરૂર પડતા એક વર્ષ પહેલા જયરાજ પાસેથી 20% વ્યાજે 1.50 લાખ લીધા હતાં તેને અઠવાડીયામા વ્યાજ સાથે 2 લાખ રોકડા આપી દીધા હતા બાદ તેના પંદરેક દિવસ પછી ફરી 20% વ્યાજે 2 લાખ લીધા હતાં અઠવાડીયામા વ્યાજ સહિત કુલ 2.60 લાખ આપી દીધા હતા ત્યાર બાદ ફરી 2 લાખ 20% વ્યાજે લઇ અઠવાડિયામાં 1 લાખ આપ્યા હતા અને વ્યાજ સાથે 1.60 લાખ આપવાના બાકી હતાં જયરાજ તેની સામે 3.85 લાખની માંગણી કરે છે જયરાજ વ્યાજના રૂપિયા માટે દબાણ કરતો હતો અને પાર્થ ગઢવીએ 1.90 લાખ 10% વ્યાજ લેખે આપ્યા હતા તે પણ 2.50 લાખની પઠાણી ઉઘરાણી કરતો હતો ત્રણેયે તેના મિત્ર ઇમરાન મારફતે ધમકીઓ અપાવતા હતા જેથી ચારેયના ત્રાસથી કંટાળીને રાજકોટ રહેવા આવી ગયો હતો ત્રણેક મહિના પહેલા ઇમરાને પૈસાનુ પતાવી દેજે નહિતર અઘરૂ પડી જશે તેમ કહી ટાંટીયા ભાગી નાખવાની ધમકી આપી ઉશ્કેરાઇને ગાળો ભાંડી હતી તેમજ ફોન કરી રૂપિયા આપી દેજે નહિતર તને ઉપાડી લેશુ તેવી ધમકી આપતાં હોવાથી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક