• મંગળવાર, 12 મે, 2026

અમદાવાદના નિકોલમાંથી મોડાસાના બે શખસને ડ્રગ સાથે દબોચી લીધા સ્પા સંચાલકની સંડોવણી ખુલતા તેને પણ ઉઠાવી લઇ પૂછતાછ

મોડાસા, તા.29:  ગુજરાતમાં વિવિધ બોર્ડર પરથી પાડોશી રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં માદક પદાર્થો ઘૂસાડવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી એસઓજીએ મોડાસાના બે શખસને ડ્રગ સાથે દબોચી લઇ પૂછતાછ કરતા સ્પા સંચાલકની સંડોવણી ખુલતા તેને પણ એસઓજીએ ઉઠાવી લઇ પૂછતાછ કરી મૂળ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે. 

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં એસઓજી ટિમ પેટ્રાલિંગમાં હતી. દરમિયાન એસઓજી સ્ટાફને બાતમી મળી હતી કે નિકોલ વિસ્તારમાં બે શખસ માદક પદાર્થ સાથે આવવાના છે અને વેચવાની પેરવી કરી રહ્યા છે. ત્યારે આ બાતમી આધારે નિકોલમાં દરોડો પાડી પોલીસે મોડાસાના બે શખસ પીયૂષ સેમાભાઈ પટેલ અને સચિનાસિંહ પ્રફુલ્લાસિંહ પુવારને ડ્રગ સાથે દબોચી લીધા હતા. બન્ને શખસની આગવી ઢબે પૂછપરછ કરતા પકડાયેલ બેલડીએ જયેશ નામના શખસનું નામ આપતા એસઓજીએ તેને પણ ઉઠાવી લઇ પૂછપરછ હાથ ધરી છે. ત્રીજો શખસ સ્પા સંચાલક હોવાનું જાણવા મળ્યું છે ડ્રગના દૂષણને ડામવા અને મૂળ સુધી પહોંચવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક