STમાં કંડકટર તરીકે ફરજ બજાવતા યુવાનના મૃત્યુથી પરિવારમાં શોક
મેઘરજ,
તા.ર9: મેઘરજ તાલુકાના પટેલઢુંઢા ગામમાં છેલ્લા બે દિવસથી ગુમ થયેલા એક યુવાનનો મૃતદેહ
મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, રર વર્ષીય રાહુલભાઈ બેચરભાઈ
પંચાલ નામના યુવાનનો મૃતદેહના ઘર નજીક આવેલા આશરે 1ર0 ફૂટ ઉંડા કૂવામાંથી મળી આવ્યો
છે. મૃતક યુવાન રાજ્ય માર્ગ વાહન પરિવહન નિગમ (એસ.ટી.)માં કંડકટર તરીકે ફરજ બજાવતા
હતા. બે દિવસથી ગુમ થઈ જતા રાહુલભાઈના સ્વજનો અને ગામલોકોને તેમની શોધખોળ ચાલુ કરી
હતી. આજે તેનો મૃતદેહ કૂવામાં દેખાતા તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.
કૂવો
બહુ ઉંડો અને સંકુચિત હોવાથી લાશને બહાર કાઢવા માટે જીવદયા ટીમની મદદ લેવામાં આવી હતી.
જાલમભાઈ અને તેમની ટીમે મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. પોલીસે ઘટના સ્થળે
પહોંચી મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ગુનો
નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના નિધનથી પરિવારજનો તથા ગામમાં શોકની લાગણી
ફેલાઈ ગઈ છે.