12
ચોરીનો ભેદ ઉકેલાયો
જામનગર,
તા.30: જામનગર સહિત સૌરાષ્ટ્રભરના અનેક જિલ્લાઓમાં સોલાર પ્લાન્ટમાંથી કોપર અને એલ્યુમિનિયમના
વાયરની ચોરી કરતી એક આંતર-જિલ્લા ગેંગનો પર્દાફાશ થયો છે. જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ
(એલસીબી)એ આ ગેંગના બે મુખ્ય સાગરીતોને ઝડપી પાડયા હતા. સૌરાષ્ટ્ર પંથકમાં થયેલી 1ર
જેટલી ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે.
જામનગર
એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, જામનગર અને અન્ય જિલ્લાઓમાં સોલાર પ્લાન્ટમાંથી કોપર
અને એલ્યુમિનિયમના વાયર ચોરીને અંજામ આપનાર ઈસમો લાલપુર તાલુકાના ગોવાણા ગામ તરફથી
અર્ટીગા કારમાં ચોરીનો વાયર લઈને આવી રહ્યા છે.
આ બાતમીના
આધારે એલસીબીએ અર્ટીગા કારમાં સવાર બે ઈસમોને ઝડપી લીધા હતા અને કારમાંથી ચોરીના વાયર
કબજે કર્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ મહેશ મકવાણા અને કલ્પેશ ડાભી તરીકે થઈ છે. પોલીસ
બન્ને આરોપીઓ પાસેથી કુલ 7,90,300 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, પૂછપરછ દરમિયાન,
આરોપીઓએ કુલ 1ર જેટલા સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. આરોપીઓની
પૂછપરછ દરમિયાન તેમના અન્ય પાંચ સાગરીતોના નામ પણ સામે આવ્યા છે, જેમને ફરાર જાહેર
કરીને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જેમાં ગોપાલ વાઘેલા, અજય ડાભી, અલ્પેશ કોળી,
ભરત વાઘેલા, લાલજી ચૌહાણનો સમાવેશ થાય છે.