• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

પોરબંદર જિલ્લા પોલીસવડાએ બે કર્મચારીને કર્યા બરતરફ

અણછાજતું ગુનાઈત કૃત્ય કર્યાનું અને ફરજથી વિમુખ થયા હોવાનું સામે આવતા કાર્યવાહી

પોરબંદર, તા.30: પોરબંદર જિલ્લા પોલીસવડાએ બે પોલીસ કર્મચારીઓને ગુનાહિત કાર્ય આચરતા હોવાથી શિક્ષાત્મક કાર્યવાહી કરીને બરતરફ કરી દીધા છે.

પોરબંદર જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ દ્વારા પોલીસ વિભાગની છબી ખરડાય તેવું અને પોલીસ વિભાગના કર્મચારીને અણછાજતું ગુનાહિત કૃત્ય આચરતા કાર્યો તથા પોલીસખાતાની બજાવવાની થતી ફરજોથી વિમુખ થયેલા હોવાનું જિલ્લા પોલીસવડા ભગીરથાસિંહ જાડેજા(આઇ.પી.એસ.)ના ધ્યાને આવતા શિક્ષાત્મક કાર્યવાહી રૂપે બન્ને કર્મચારીઓને પોલીસ નોકરીમાથી બરતરફ કરવા હુકમ કરવામાં આવ્યો છે. જેમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત ભરત ભારથી ગોસાઇ - હેડક્વાર્ટર, અનાર્મ કોન્સ્ટેબલ વિષ્ણુભાઇ હિંમતભાઇ ચૌહાણને ડિસમિસ કરી દેવામાં આવ્યા છે.

જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથાસિંહ જાડેજાએ જણાવ્યું કે બન્ને પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ ચાલતી હતી અને એ ખાતાકીય તપાસના અંતે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક