રૂ.
4 હજારની લુંટ ચલાવી પુત્રને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ
અમરેલી,
તા.30: બગસરાના ગોકુળપરા વિસ્તારમાં રહેતા કિશોરભાઇ પરષોત્તમભાઇ બોરડ નામના 50 વર્ષીય
ખેડૂતના મોટા દીકરા કૃપાલભાઇને બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે રહેતા સત્યમભાઇ ખાચર સાથે
ધંધાકીય પૈસાની બાબતમાં મનદુ:ખ ચાલતું હોય જેનું મનદુ:ખ રાખી સત્યમભાઇ ખાચર સહિત 6
જેટલા ઇસમોએ તા.28 રાત્રે 10થી તા.29ના રોજ પૂર્વ આયોજીત કાવતરું રચી ગેરકાયદે મંડળી
બનાવી કાર લઇ ખેડૂતના ઘરે આવી રૂપિયા 17,00,000 આપો નહીંતર તમારી બે વીઘા જમીનનું બાના
ખત કરી આપો. તેમ કહી ખેડૂત પાસે બળજબરી પૂર્વક માગણી કરેલી હતી. બાદમાં આ આરોપીઓએ એકસંપ
કરી ખેડૂતને પકડીને ફોર વ્હીલમાં બળજબરી પૂર્વક બેસાડી દઇ અપહરણ કરી લઇ જઇ અને ખેડૂતના
પેન્ટના ખીસ્સામાં આશરે ચારેક હજાર રૂપિયા બળજબરી પૂર્વક કાઢી લઇ તેમજ આરોપીઓએ ખેડૂત
નાના દીકરાને પતાવી દેવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.