• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

જામનગરમાં બે પાડોશીઓ વચ્ચે ધીંગાણું, સાત વ્યક્તિને ઈજા

જામનગર, તા.30: જામનગરમાં ઈન્દિરા કોલોનીમાં રહેતા ગૌતમ કરસનભાઈ બાવરફાડ નામના 38 વર્ષના યુવાનને તેના પાડોશમાં જ રહેતા રાહુલભાઈ શેખવાના પરિવાર સાથે ચાર દિવસ પહેલા એઠવાડ ફેંકવાના પ્રશ્ને બોલાચાલી થઈ હતી, અને તેનું મનદુ:ખ ચાલતુ હતું. દરમિયાન ગઈકાલે રાત્રે આ પ્રશ્ને બન્ને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો, અને સામસામે હુમલા થતાં ભારે દોડધામ થઈ હતી, અને બન્ને પક્ષના મળી સાત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં સીટી સી.ડિવિઝનનો પોલીસ કાફલો સૌપ્રથમ બનાવના સ્થળે અને ત્યાર બાદ જી.જી.હોસ્પિટલમાં દોડી ગયો હતો. પોલીસે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધી છે.

ઇ-પેપરના નવા શુલ્ક