• શનિવાર, 18 એપ્રિલ, 2026

ગોંડલ સબ જેલમાં ફાકી, તમાકુ, સીગરેટ ઠંડા પીણાના ઝબલાનો ઘા આવતા ચકચાર

-ઈન્ચાર્જ જેલરે અજાણ્યા શખસ સામે નેંધાવી ફરિયાદ

ગોંડલ, તા.31: ગેંડલ સબ જેલ બહારથી કોઈ અજાણ્યા શખસે ફાકી, સીગારેટ, તંબાકુ તથા પાણીની બોટલ ભરેલો કોથળીનો ઘા કરતા આ અંગે જેલરની ફરિયાદ પરથી ગોંડલ બી ડિવિઝનમાં અજાણ્યા શખસ સામે ગુનો નેંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગેંડલ સબ જેલના ઈન્ચાર્જ જેલર રાજેન્દ્રસિંહ અર્જુનસિંહ સોલંકીએ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તે છેલ્લા બે વર્ષથી ગોંડલ સબ જેલના ઈન્ચાર્જ જેલ અધિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત તા.30/7/ર0રપના રોજ એસઆરપીએફ ગ્રુપ-13ના કોન્સ્ટેબલ એભાભાઈ રાણાભાઈ સાખડની ફરજ કોટ પાળી ગાર્ડ તરીકે હતી. દરમિયાન બપોરે આશરે પોણા ચાર વાગ્યે સબ જેલ ખાતે મુખ્ય દીવાલની બહારના ભાગેથી અજાણ્યા શખસ દ્વારા મુખ્ય દીવાલ કુદાવી એક પ્લાસ્ટીકનું ઝબલુ તથા અલગથી ઠંડા પીણાની બે બોટલ બહારથી ફેંકવામાં આવી હતી. જે વોચ ટાવર નં.4ની અને યાર્ડ નં.રની દીવાલ વચ્ચે પડયું હતું. જેથી જેલ કર્મચારીઓ દ્વારા જનરલ સુબેદાર જોઈન્સભાઈ એ. કલાસવાનાને જાણ કરવામાં આવી હતી.

બાદમાં જેલ અધિક્ષકની ઓફિસ ખાતે ઝબલુ ખોલીને તપાસ કરતા તેમાંથી તંબાકુવાળા મસાલા નંગ-રપ, સીગરેટના પાકીટ નંગ-ર તથા પાન મસાલાની પડીકી નંગ-પ એ પથ્થરના ટુકડા આશરે 100 ગ્રામ જેટલા મળી આવ્યા હતા. તેમજ અલગથી પ્લાસ્ટીકની પ00 મીલની ઠંડા પીણાની બે બોટલ કબ્જે કરી પ્રતિબંધિત ચીજવસ્તુઓ ફેંકનાર શખસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક