• શનિવાર, 18 એપ્રિલ, 2026

દામનગરમાં બે મહિલાની સતામણી કરનાર શખસને 12 વર્ષની કેદ

જાહેરમાં વાળ પકડી, ઢસડી લાકડીથી હુમલો કરી ધમકી આપી હતી

અમરેલી, તા.31: લાઠી તાલુકાના દામનગર ગામે રહેતી એક પરિણીતા ગત તારીખ 2/8/24ના રોજ વહેલી સવારે છ વાગ્યાનાં સુમારે મોજે દામનગર ટાઉન મુકામે નળનું પાણી ભરતા હતા તે દરમ્યાન પરિણીતાની એકલતાનો લાભ લઈ તે જ ગામના આરોપી અશોકભાઈ ભુપતભાઈ બુધેલીયાએ પરિણીતા સામે અસ્લીલ ઈશારા કરી, હાથ પકડી, ગુન્હાહીત બળ વાપરી, જાતીય સતામણી કરી હતી તેમજ તેણીને જાહેર બજારમાં ગાળો આપી, શરીરે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરી હતી તથા અન્ય મહિલાને વાળ પકડીને જમીન ઉપર પછાડીને ઢસડી પેટમાં પાટાઓ મારી મુંઢ ઈજાઓ કરી લાકડી વડે પીઠનાં ભાગે બે-ત્રણ ઘા મારી મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગેની જે તે સમયે આરોપી વિરૂદ્ધ દામનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. આ અંગેનો કેસ અત્રેની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ જે.બી.રાજગોરની ધારદાર દલીલ તથા રજુ કરેલ પુરાવા આધારે અમરેલીના સેશન્સ જજ રીઝવાના બુખારીએ આરોપી અશોકભાઈ ભુપતભાઈ બુધેલીયાને કસુરવાર ઠરાવી 1ર વર્ષ અને 3 માસની સખત કેદ તથા રૂપિયા 16,પ00ના દંડની સજાનો હુકમ કર્યો હતો.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક