• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

જામનગરમાં યુવાનની હત્યા નિપજાવનાર પિતા અને બે પુત્રો ઝડપાયા કૌટુંબિક વિવાદમાં હુમલાની ઘટના હત્યામાં પરિણમી

જામનગર, તા.1: જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં કૌટુંબિક વિવાદમાં એક યુવાનની હત્યા નિપજાવાઇ હતી. પોલીસે આ મામલે સાઢુભાઇ અને તેના પુત્રોની ધરપકડ કરી છે.

મૃતક યુવાન રોહિત પરમારના પત્ની રિસામણે પિયર ગયા હતા ત્યાર બાદ રોહિતભાઇ તેમના સાઢુભાઇ નરેશ  તુલસીભાઇ પરમારના ઘરે વાતચીત કરવા ગયા હતા અને વાતચીત દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો. મામલો વધુ ઉગ્ર બનતા નરેશ પરમાર અને તેમના પુત્ર સુરજ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે રોહિતભાઇ ઉપર છરી, પાઇપ વડે હુમલો કરી છાતી પડખાના ભાગમાં છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઇજાના કારણે રોહિતભાઇને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે આ મામલે નરેશ પરમાર અને તેના પુત્ર સુજલ અને કાયદાના સંઘર્ષમાં રહેલા એક કિશોરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક