• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં પૂર્વ કર્મચારીએ ઓફિસમાં તોડફોડ કરી

અમદાવાદ, તા. 1: ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં સોમવારે બપોરે ભારે તણાવનો માહોલ સર્જાયો હતો. યુનિવર્સિટીના પૂર્વ કોન્ટ્રાક્ટ કર્મચારીએ કથિત રીતે ઓફિસમાં તોડફોડ કરી હતી અને બહાર પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન પહોંચાડયું હતું.

યુનિવર્સિટી કેમ્પસમાં સઘન સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આરોપીએ અંદર ઘૂસીને ઓફિસના ફર્નિચરની તોડફોડ કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, તેણે બહાર પાર્ક કરેલી ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. આરોપીની ઓળખ તેજસ પટેલ તરીકે થઈ છે, જેણે આશરે ચાર-પાંચ વર્ષ પહેલાં બોટની વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કર્યું હતું. તેને કથિત રીતે એક હેરાનગતિના કેસને કારણે નોકરી પરથી દૂર કરવામાં આવ્યો હતો. ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન, યુનિવર્સિટી પ્રશાસને આવી ઘટના ફરી ન બને તે માટે વિભાગની આસપાસ સુરક્ષા વધારી દીધી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક