• શનિવાર, 14 માર્ચ, 2026

અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ, ટ્રોલી બેગના પૈડામાં છુપાવ્યું હતું સોનું

અમદાવાદ, તા.2 :અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી એકવાર કસ્ટમ્સ અધિકારીઓએ સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી ફ્લાઇટ એફઝેડ 437 દ્વારા આવેલા એક પેસેન્જર પાસેથી રૂપિયા16 લાખની કિંમતનું 24 કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જે તેણે પોતાની ટ્રોલી બેગના વ્હીલના પોલા ભાગમાં છુપાવ્યું હતું.

કસ્ટમ્સ અધિકારીઓને પેસેન્જરની હિલચાલ પર શંકા જતા તેને અટકાવવામાં આવ્યો હતો. તેની બેગની તપાસ કરતા, અધિકારીઓને વ્હીલની રચનામાં કંઈક અસામાન્યતા જોવા મળી હતી. વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં વ્હીલની અંદર સિલિન્ડર આકારના નક્કર સોનાના ટુકડા છુપાવેલા મળી આવ્યા હતા.

જપ્ત કરાયેલા સોનાની કિંમત ઘરેલુ બજારમાં આશરે રૂપિયા 16 લાખ છે, પેસેન્જરની અટકાયત કરવામાં આવી છે અને આ દાણચોરી પાછળ કોઈ મોટી સિન્ડિકેટ છે કે કેમ તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક