અમદાવાદ,તા.2 : ગુજરાતના કથિત રીતે સૌથી સુરક્ષિત કહેવાતા અમદાવાદ શહેરમાં અવાર-નવાર જાહેરમાં હુમલા અને ફાયારિંગની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. એવી જ એક ઘટના ફરી એકવાર સામે આવી છે. જેમાં શહેરના નારોલ વિસ્તારમાં ધોળા દિવસે પ્રેમીએ પ્રેમિકા પર ફાયારિંગ કર્યું હતું. જોકે સદનસીબે આ હુમલામાં યુવતીનો આબાદ બચાવ થયો છે, તો બીજી તરફ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો હતો.
મળતી
માહિતી મુજબ, આજરોજ શહેરના નારોલ વિસ્તારના અલીફનગરમાં બપોરે યુવક પોતાની પ્રેમિકાને
મળવા ગયો હતો, જ્યાં તેણે પ્રેમિકા પર ફાયારિંગ કર્યું હતું અને બાદમાં ત્યાંથી ફરાર
થઈ ગયો હતો. યુવતીએ કોઈ અન્ય યુવક સાથે સગાઈ કરી હતી. જેના કારણે રોષે ભરાયેયો યુવકે
પોતાની જ પ્રેમિકાની હત્યા કરવાની યોજના ઘડી હતી. જોકે, સદ્નસીબે આ હુમલામાં યુવતીનો
આબાદ બચાવ થયો અને કોઈ ગંભીર ઈજા થઈ નહતી. જો કે, હાલ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ
ખસેડવામાં આવી છે.
યુવતીએ
અન્ય યુવક સાથે સગાઈ કરતા એક તરફી પ્રેમમાં યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન
ઘડયો હતો. મધ્યપ્રદેશથી આવીને યુવકે નારોલમાં પ્રેમિકા પર એક રાઉન્ડ ફાયારિંગ કરી સ્થળેથી
ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા નારોલ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ગણતરીના કલાકોમાં
આરોપી પ્રેમી અરબાઝ ખાન ઉર્ફે ભૂરો રંગરેઝની પોલીસે ઝડપી પાડયો હતો.