નિયમિત
આંગડીયુ કરવા આવતા બે શખસે વિશ્વાસમાં લઈ ઠગાઇ
પોરબંદર,
તા.3: પોરબંદરમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે તેના પાડોશી સહિત ચાર ઈસમે 44 લાખની છેતરાપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
પોરબંદરના
મિલપરામાં લાડવા ડેલા પાછળ રહેતા અને ઇન્દ્રપ્રસ્થ હોટલમાં નીચેના ભાગે એચ.એમ.આંગડિયા
પેઢી ચલાવતા વિમલ પ્રતાપ સીડા નામના 35 વર્ષના યુવાને કમલાબાગ પોલીસ મથકમાં એવી પોલીસ
ફરિયાદ નોંધાવી છે કે રાજીવનગરના પટેલનગરમાં
રહેતા શૈલેષ મગન સાવલિયા ઉર્ફે શૈલેષ પટેલ તેના પાડોશી હતા. તેમણે એવું જણાવ્યું
હતું કે રાજીવનગર પેટ્રોલ પંપ પાછળ લંડન હાઉસ એપાર્ટમેન્ટમાં રહેતા પુંજા અરભમ અમર
વિમલને ત્યાં આંગડીયું કરવા આવશે તેમ ભલામણ કરી હતી.
ત્યારબાદ
પૂંજા અરભમ અમર વતી નાણાકીય વ્યવહાર કરવા શૈલેષ મગન સાવલિયા અવારનવાર વિમલની ઓફિસે
આવતો હતો. 24 મી માર્ચના પુંજા અમરે ફરિયાદીને
વોટ્સએપમાં મેસેજ મોકલીને ભરૂચના રાજા મોઢાને 60 લાખ રૂપિયા મોકલવા જણાવ્યું હતું પરંતુ
પુંજાની માત્ર 6 લાખથી વધુની રકમ જમા હતી.
તેથી શૈલેષ પટેલ મારફતે 9,95,000 ની રકમ વિમલ ની ઓફિસે જમા કરાવવાનું કહેતા
પુંજાની હવે 15 લાખ 98,450 ની રકમ જમા રહી હતી. ત્યારબાદ પૂંજાએ ફરિયાદી વિમલને એવું
કહ્યું હતું કે ભરૂચના રાજા મોઢાને 60 લાખ રૂપિયાનું આંગડિયું કરી દેજે. તારીખ 25 માર્ચના
યુકેના લીલા ઉર્ફે નિલેશ મોઢવાડિયા પાસેથી 30,000 પાઉન્ડનું પેમેન્ટ આવશે એટલે ચૂકવી
આપશે. વિશ્વાસ રાખીને ભરૂચના રાજા મોઢાને પુંજા અને શૈલેષ પટેલના કહેવાથી 60 લાખ રૂપિયા
વિમલે મોકલી આપ્યા હતા.
બાકીની
લેણી રકમ 44,0%,550 ની ઉઘરાણી કરતા પુંજા અમરે એ રકમ આપવાનો વાયદો કર્યો હતો પરંતુ
ત્યારબાદ પૂંજા અને શૈલેષ પટેલે તેમ જ 60 લાખ રૂપિયા નો મેસેજ કરવાવાળી વ્યક્તિ રાજા
મોઢાએ ભરૂચ બ્રાન્ચમાંથી પૈસા ઉપાડી લીધા હોવા છતાં રકમ ચૂકવી ન હતી અને અવારનવાર ઉઘરાણી
કરતા અને પોલીસ ફરિયાદ કરવાની ચેતવણી પણ આપતા પુંજા એ તારીખ 24મી જુનના વિમલની ઓફિસે
આવીને કહ્યું હતું કે હવે પછી રૂપિયા બાબતે ફરિયાદ કરીશ તો મારી નાખીશ. તેથી અંતે વિમલે
પુંજા અમર, શૈલેષ પટેલ, ભરૂચના રાજા મોઢા અને યુ.કે.ના લીલા ઉર્ફે નિલેશ મોઢવાડિયા
સામે વિશ્વાસઘાત અને છેતરાપિંડીનો ગુનો દાખલ કરાવતા કમલાબાગ પોલીસે આગળની તપાસ હાથ
ધરી છે.