• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

સૌરાષ્ટ્ર પંથકમાં મંદિરોને નિશાન બનાવતી ચાર શખસની ચંડાળ ચોકડી ઝડપાઇ

6 મંદિરમાં ચોરીઓનો ભેદ ઉકેલતી જામનગર એલ.સી.બી.

જામનગર તા. 3: જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં મંદિરોને નિશાન બનાવતી ચાર શખસોની ચંડાળ ચોકડીને જામનગર  એલસીબીએ  ઝડપી લીધી છે. જેઓએ કુલ છ મંદિરોને નિશાન બનાવીને ચોરી કરી લીધી હોવાનું સામે આવ્યું છે. જામનગરની એલ.સી.બી.ના અધિકારીઓ કાર્યરત હતા તે દરમિયાન માહિતી મુજબ જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લામાં રાત્રી દરમિયાન સીમ વિસ્તારના  મંદિરોને ટારગેટ કરી ચોરીને અંજામ આપના ઇસમો લાલપુર તાલુકાના ગંગાવાવ આશ્રમ પાસે રોડ ઉપર ચાર ઇસમ સ્વીફટ કાર તથા બે મો.સા.માં ચોરી કરેલ ચાંદી તથા ધાતુના છતરો, મુગટ વગેરે સગેવગે કરવાની પેરવી કરી રહ્યા છે. જે હકીકત આધારે 1) નાથાભાઇ વીરાભાઇ ખરા, રવિભાઇ વીરાભાઇ ખરા, ખોડાભાઇ ઉર્ફ ભરત માનસૂરભાઈ ખરા,  અને ખીમાભાઇ પુંજાભાઇ રાઠોડ પકડી પાડી મજકુર ઇસમના કબ્જા હેઠળની ચોરીમા ગયેલ, ચાંદીના દાગીના તથા અન્ય મુદામાલ મળી આવતા કબ્જે કરી લીધો હતો.

જ્યારે તેના એક સાગરીત નાથાભાઈ હીરાભાઈ સાગઠીયાને ફરાર જાહેર કરી  શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ઉપરોક્ત આરોપીઓએ ગલ્લા ગામમા ખોડીયાર માતાજીના મંદિરમાંથી ચોરી કરી હતી. જે ચોરીના જર્મન સીલ્વર ધાતુ છતર-4 કિ.રૂ.2400/- કબ્જે કર્યા છે તેમજ લાલપુરના ખટીયા ગામમા “કોટેશ્વર મહાદેવના મંદિર’’માંથી ચોરી કરી હતી, જે જર્મન સીલ્વર ધાતુ છતર-1 કિ.રૂ.1800 નું કબ્જે કરેલ છે. જ્યારે જગા ગામમાં આવેલ રામાપીરના મંદિરમાં ચોરી કરી હતી, તે મંદિરના ચાંદીના છતર-2 તથા ચાંદીના પગલા જોડી-1 કિ.રૂ.30,000 કબ્જે કરાયા છે અને ભાયાવદરમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં ચોરી કર્યાનું તેમજ ભાયાવદરના હિંગળાજ માતાજીના મંદીરમાં  ચોરી કરી હોવાની કબુલાત કરી છે. એલસીબીની ટીમ દ્વારા તમામ મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક