• ગુરુવાર, 18 જૂન, 2026

શામળાજી પોલીસે કારમાંથી 8.58 લાખનો વિદેશી દારૂ પકડયો

મોડાસા, તા.8 : શામળાજી પોલીસે વાહન તપાસ દરમિયાન એક કારમાંથી 8.58 લાખના વિદેશી દારૂ સહિત 16.58 લાખનો મુદ્દામાલ પકડી પાડયો હતો.

મળતી માહિતી પ્રમાણે શામળાજી પોલીસના પીઆઈ કે.ડી.ડિંડોર અને સ્ટાફના માણસો જાબચીતરિયા વિસ્તારમાં શંકાસ્પદ લાગતા વાહનોનું ચાકિંગ કરતાં હતા, તે દરમિયાન એક ફોર વ્હીલ ચાલક દૂરથી ચેક પોસ્ટ જોઈ ગાડી રિવર્સમાં લઈ નાસી છૂટવાનો પ્રયાસ કરતો નજરે પડયો હતો.

 સ્ટાફના માણસોએ પીછો કરતા કાર ચાલક ગાડી મૂકી ડુંગર તરફ ભાગી ગયો હતો. પોલીસે કારની તપાસ કરતાં વિદેશી દારૂની કુલ બોટલ નંગ- 2424, કિ.રૂ. 8,58,000 તથા કિયા કંપનીની સેલ્ટોસ ગાડી નં- જીજે-18-બીએમ-6676 કી.રૂ. 8,00,000 મળી કુલ કિ.રૂ. 16,58,000 નો મુદ્દામાલ કબજે કરી અજાણ કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક