બગસરા, તા.13: બે માસ પૂર્વે ધારાસભ્યના પુત્ર તથા બગસરા તાલુકા ભાજપ પ્રમુખ વિરુદ્ધ એક મહિલાએ દુષ્કર્મ સહિતના બનાવવામાં ફરિયાદ દાખલ કરવા માટે પોલીસને અરજી કરવા છતાં ફરિયાદ દાખલ થઈ ન હતી. જેને લીધે તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટ દ્વારા પ્રથમ સુનાવણીમાં જ આ અરજીને રદ કરી દેતા સમગ્ર બનાવમાં નવો વળાંક આવ્યો છે.
બગસરા
તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર તથા ધારાસભ્યના પુત્ર પર હની મહેન્દ્રભાઈ ધડુક નામની
મહિલા દ્વારા દુષ્કર્મ, વિદેશી ગાંજાની દાણચોરી, તેમજ ધાક ધમકી આપવાના આક્ષેપો કરેલા
હતા તેમજ તેની સાથે થયેલા અન્યાય બાબતે એસ.પી. જૂનાગઢ તેમજ તાલાળા પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી હતી. પોલીસને પ્રથમ તપાસમાં કોઈ પુરાવા ન મળતા
એફ. આઈ. આર. દાખલ કરવામાં આવી ન હતી જેને પગલે મહિલા દ્વારા આરોપી વિરોધ ગુનો દાખલ
ન કરવા બદલ ગુજરાત સરકાર, જિલ્લા પોલીસ વડા જુનાગઢ, પી.આઇ. તાલાળા તથા ભાજપ પ્રમુખ
પ્રદીપ ભાખર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે હાઇકોર્ટમાં રીટ કરવામાં આવી હતી. હાઇકોર્ટ
દ્વારા પ્રથમ સુનાવણીમાં જ રિટને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકા તેમજ
કાયદા સાથે સુસંગત ન હોવાથી રદ કરવામાં આવી હતી. હવે હાઇકોર્ટએ આ રિટ ખારિજ કરી દેતા
આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે.