અમરેલી, તા.14: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના માલકનેસ ગામે તા.13ના રોજ એક 30 વર્ષીય યુવકને તેજ ગામે રહેતા ત્રણ ઇસમએ મૃતક યુવકની છેડતી કરવા અંગે ઠપકો આપવાના મનદુ:ખ કારણોસર 10 જેટલા છરીના ઘા મારી કરપીણ હત્યા કરી નાંખવામાં આવેલ હતી. આ હત્યાની ઘટનાથી એએસપી જયવીર ગઢવી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં મૃતકના પરિજનોના નિવેદન લઇને ગઇ કાલે મોડી રાત્રે આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધતા પોલીસે આ બનાવમાં ત્રણેય અટકાયત કરી છે.
આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ
ખાંભા તાલુકાના માલકનેસ ગામે રહેતા મેહુલભાઇ પુંજાભાઇ સોલંકી નામના યુવકને આશરે દસેક દિવસ પહેલા તેજ ગામે રહેતા અલ્પેશ હિમતભાઇ
બારૈયાએ મૃતક યુવકના વનીતાબેનની છેડતી કરેલી હતી. જેથી મેહુલભાઇએ તેને ઠપકો આપેલો હતો.
તે અંગેનું મનદુ:ખ રાખી અલ્પેશભાઇ હિમતભાઇ બારૈયા, હિતેશભાઇ રાઘવભાઇ સોલંકી તથા ગોપાલ ઉર્ફ ગોદડ રમેશભાઇ બારૈયા સહિતના
ત્રણેય ઇસમો મૃતક મેહુલભાઇને બહાર અવેડા પાસે બોલાવી તેની સાથે માથાકુટ કરી ગાળો આપી
યુવકને પછાડી દઇ હિતેશ તથા ગોપાલ ઉર્ફ ગોદડ બન્નેએ તેને ઢીકાપાટુનો મુઢ માર મારી યુવકને
પકડી રાખતા અલ્પેશે તેની પાસે રહેલી છરી વડે યુવકને આડેધડ ઘા મારી મેહુલને રહેસી નાખ્યો
હતો. આ બનાવમાં મૃતક યુવકના ભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ખાંભા પોલીસે અલ્પેશભાઇ
હિંમતભાઇ બારૈયા, હિતેશભાઇ રાઘવભાઇ સોલંકી તથા ગોપાલ ઉર્ફ ગોદડ રમેશભાઇ બારૈયા સહિતના
ત્રણેય ઇસમને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.