• શનિવાર, 18 એપ્રિલ, 2026

ભોજદેના કથાકારને હનીટ્રેપમાં ફસાવી 10 લાખની ખંડણી મંગાઇ ચાર શખસ સામે ગુનો દાખલ

તાલાલા ગીર, તા.14: તાલાલા તાલુકાનાં ભોજદે ગીર ગામના ભાગવત કથાકાર રાકેશભાઇ સતિષભાઇ પંડયાને હનીટ્રેપની જાળમાં ફસાવી બધુ રફેદફે કરી રૂ.10 લાખની ખંડણીની માંગણી કર્યાનો પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થતાં તાલાલા પંથકમાં ભારે ચકચાર મચી છે.

તાલાલા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ભોજદે ગીર ગામના ભાગવત કથાકાર રાકેશભાઇ સતીષભાઇ પંડયાને ગીતા રબારી તરીકે ઓળખ આપી વોટ્સએપમાં મેસેજ કરી કથાકાર સાથે મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ સગીર યુવતીએ કથાકાર રાકેશભાઇને શુક્રવારે મોડી રાત્રે સાંગોદ્રા ગીર ગામની સીમમાં મળવા બોલાવ્યા હતા. ત્યાર બાદ કરશન રબારી ઉર્ફે અસ્લમ તથા ખાન નામના વ્યક્તિઓ મોટર સાઇકલમાં આવી મારી બહેન સાથે કેમ આવું કરે છે તેમ કહી રાકેશભાઇનો મોબાઇલ ઝુંટવી લીધો અને સલીમ બાઉદીન  લાંઘા ઉર્ફે દાઉદને ભોજદે ગીરથી ફોન કરી બોલાવી રાકેશભાઇની  ગાડી લઇ લીધી હતી. તેમજ

મહિલા મિત્ર સાથે સંબંધ રાખવા બાબતે ફરીયાદ કરવાની બીક બતાવી રૂ. સાત હજાર લૂંટી લીધા હતાં.

ત્યાર બાદ પૂવર યોજિત ગોઠવેલા કાવતરા પ્રમાણે રાકેશભાઇને ગાડીમાં બેસાડી રાખી ભુંડી ગાળો આપી માર મારી ગાડીનાં કાચ તોડી નાખી અપહરણ કરી લીધું હતું. ત્યાર બાદ આ બધુ રફેદફે કરવા માટે રૂ.10 લાખની ખંડણી માંગી રાકેશભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  ઘટના  બાદ આરોપીઓને રાઉન્ડઅપ કરાયા છે.

ઇ-પેપરના નવા શુલ્ક