ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે બાદ સુરેશ્વર બાયપાસ પણ અકસ્માત ઝોન બન્યો
ગોંડલ,
તા.1: ગોંડલ સુરેશ્વર રોડ પર નદીના પુલ પાસે ટ્રક પલટી ખાઈ ગોંડલ નદીમાં ખાબકતા વૃદ્ધ
ટ્રક ડ્રાઈવર ટ્રકની કેબીનમાં દબાઈ જતા તેનું મૃત્યુ થયું હતું. અકસ્માત એટલો ગંભીર
હતો કે ક્રેનની મદદથી ડ્રાઈવરને કેબીનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રાપ્ત
વિગતો મુજબ બગસરામાં રહેતા 62 વર્ષીય બસીરભાઈ ઈબ્રાહીમભાઈ વડગામા રાજકોટમાં રૈયા રોડ
પર નહેરૂનગર શેરી નં.3 આમ્રપાલી સિનેમા પાછળના રોડ પર રહેતા મોહમ્મદઈરફાન મોહમ્મદહનીફ
લીંબડીયાનો ટ્રક ચલાવતા હતા.
ગઈ
તા.27ના રાત્રીના નવ વાગ્યા આસપાસ ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ઈરફાનભાઈને ડ્રાઈવર બસીરભાઈએ
ફોન કરી કહ્યું હતું કે, હું ટ્રક લઈને અહીંયા ભુણાવા ખાતે ભંગાર ભરવા માટે આવ્યો છું.
આ ભંગાર ભરી સિહોર ખાતે ખાલી કરવા જવાનું છે. બાદમાં રાત્રીના દોઢેક વાગ્યે આસપાસ અજાણ્યા
નંબર પરથી ઈરફાનભાઈને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારો ટ્રક ગોંડલ સુરેશ્વર
રોડ પર આવેલા પુલ પછીના રોડ પરથી નીચે ઉતરી ગયો છે અને ટ્રક નીચે ડ્રાઈવર કેબીનમાં
દબાઈ ગયો છે.
જેથી
ઈરફાનભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવર બશીરભાઈના ભાઈ આરીફભાઈ વડગામા
તથા અફઝલ વડગામા, ઈમરાન લુલાણીયા પણ અહીં આવી ગયા હતા. ત્યારબાદ ક્રેન મંગાવી ટ્રક
ઊંચો કરી બસીરભાઈને કેબીનમાંથી બહાર કાઢી ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
હતા. અહીં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.