ગોંડલ, તા.1: ગોંડલ બસ સ્ટેન્ડ સામે પટેલ લાઇટ ડેકોરેશનનાં પહેલા માળે રહેતી 2 વર્ષીય આરોષી પ્રકાશભાઇ મહંતો સાંજે 4 વાગ્યા આસપાસ પહેલા માળેથી પડી જતા ગંભીર ઇજા થતા ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતકના પિતા પ્રકાશભાઇ ગોંડલના પટેલ લાઇટ ડેકોરેશનમાં મજૂરી કામ કરે છે. તેઓ મૂળ ઝારખંડના વતની છે. બાળકીનાં પિતા પ્રકાશભાઇએ જણાવ્યું કે, આરોષી તેમની એક માત્ર દીકરી હતી. બનાવના દિવસે તેણી મકાનના પહેલા માળે માતા પાસે રવેશના ભાગે ઉભી હતી. જ્યાંથી લપસી ગઇ હતી. માતાએ પકડવાનો પ્રયત્ન કર્યો પણ પકડી શકી ન હોતી.