રૂરલ
એલસીબીની ટીમે બે ભાઈઓને ઝડપી લીધા
વીરપુર,
તા.2: વીરપુર તાબેના ઉમરાળી ગામે શ્રી ખોડીયાર માતાજીના મંદિરમાં મંદિરની દાન પેટીની
ઉઠાંતરી કરી તેમાં રહેલા રોકડ રકમની ચોરી થયા હોવાની ઉમરાળી ગામના સરપંચ દ્વારા વીરપુર
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગ્રામ્ય એલસીબી પોલીસ ટીમે ચોરીનો ભેદ ઉકેલી ઉપલેટાના
બંને ભાઈઓને પકડી લીધા હતા.
પ્રાપ્ત
વિગતો અનુસાર વીરપુર પાસેના ઉમરાળી ગામના ખોડીયાર માતાજીના મંદિરમાં ગત દિવસે ચોરી
થયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જેમાં આ મામલે મંદિરમાં રહેલા સીસીટીવી ફૂટેજ
તપાસ કરવામાં આવતા રાત્રી દરમિયાન બે શખસોએ મંદિરમાં મોઢા પર રૂમાલ બાંધી મંદિરમાં
રહેલી દાન પેટીની ઉઠાંતરી કરી રહ્યા હતા. તે અંગેની ઘટના સીસીટીવી ફુટેજ બહાર આવ્યા
હતા. તેમાં આ અંગે વધુ તપાસ કરતા આ બંને વ્યક્તિઓ અગાઉ દિવસ દરમિયાન મંદિરમાં આવી અને
રેકી કરી ગયા હોવાના પણ દૃશ્યો સીસીટીવી ફુટેજ બહાર આવ્યા છે ત્યારે આ બંને વ્યક્તિઓ
અગાઉ દિવસ દરમિયાન મંદિરમાં આવી અને રેકી કરી ગયા હોવાના પણ દૃશ્યો સીસીટીવી ફુટેજ
બહાર આવ્યા છે ત્યારે આ બંને સીસીટીવી ફુટેજોની ચકાસણી અને તપાસણી કર્યા બાદ ઉમરાળી
ગામના સરપંચ કેતનભાઈ કુરજીભાઈ ટીંબડીયા દ્વારા વીરપુર પોલીસમાં ચોરી અંગેની પોલીસ ફરિયાદ
નોંધાવી હતી. આ મામલે વીરપુર પોલીસ તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિભાગની એલસીબી
ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
ગ્રામ્ય
એલસીબીના પોલીસ ઈન્સપેક્ટર વી.વી.ઓડેદરા તથા આઈસી પોલીસ ઈન્સપેક્ટર એફ.એ.પારગીના માર્ગદર્શન
હેઠળ એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી બાતમીના આધારે ઉપલેટા સ્વામિનારાયણ મંદિર પાસે
દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતા આકાશ હરેશભાઈ ઉનડકટ તેમજ વસોયા ખોડીયાર માતાજીના મંદિર
પાસે રહેતા તેજસ હરેશભાઈ ઉનડકટ નામના બંને ભાઈઓને એલસીબી પોલીસ ટીમ દ્વારા ઝડપી પાડયા
હતા.