અરવલ્લી
પોલીસે ડ્રોનની મદદથી ગાંજાના છોડની ખેતી પકડી પાડી
મોડાસા,
તા.2: અરવલ્લીના મુલોજ ગામ પાસે પોલીસે ડ્રોનની મદદથી ગાંજાના છોડની ખેતી પકડી લઈ રૂા.28
હજારના ગાંજા સાથે એક શખસને પકડી લીધો છે.
અરવલ્લી
જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોનું વેચાણ
કરતા ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવા સુચના આપતા એસઓજી પીએસઆઈ એસ.એમ.આજરા, ટિંટોઈ પોલીસ
સ્ટેશન પીઆઈ એ.આઈ.ચાવડા અને તેમની ટીમે બાતમીના આધારે ગાંજાની ખેતી પકડવા કાર્યવાહી
કરી હતી. જેમાં મુલોજ ગામે ડ્રોન કેમેરાની મદદથી ખેતરનો સર્વે કરતા કપાસની આડમાં ઉગાડેલ
ગાંજાના લીલા છોડ હોવાનું જણાયું હતું. તે અનુસંધાને પોલીસે ખેતરનો કબજો ધરાવનાર આલમભાઈ
પાંડોર (રહે.નાથાવાસ, તા.માલપુર)ને પકડી સાથે રાખી ખેતરમાં કાર્યવાહી કરતા કપાસની આડમાં
ગાંજાના લીલા છોડ નંગ-31, કુલ વજન 2.820 કિલો જેની કિં.રૂા.28,200નો મુદામાલ મળી આવ્યો
હતો. પોલીસે ઈસમ વિરૂદ્ધ ટિંટોઈ પોલીસ સ્ટેશન ખાતે ધી એન.ડી.પી.એસ એક્ટ કલમ 8(સી),
20(2) બી મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.