• રવિવાર, 08 ફેબ્રુઆરી, 2026

ધુતારપર પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, 2નાં મૃત્યુ

ચાર વર્ષની બાળકી ઈજાગ્રસ્ત

જામનગર, તા.3: જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા પર-વર્ષીય રમેશભાઈ કાબાભાઈ દોમડીયા ગઈકાલે બાઈક લઈને ગામથી બજરંગપુર ગામ તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન ખારાવેઢા ગામના પાટીયા પાસે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા અન્ય એક બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકના ચાલક રમેશભાઈ કાબાભાઈ દોમડીયાને ગંભીર ઈજા થઈ હોવાથી તેઓનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.

આ ઉપરાંત અન્ય બાઈકના ચાલક બિશનસિંગ શંકરભાઈ અજનાર પણ ગંભીર ઈજા થઈ હોવાથી તેનું સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેની સાથે બાઈકમાં બેઠેલી ચાર વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હોવાથી તેણીને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અકસ્માતમાં બનાવ અંગે બજરંગપુરના ભરતભાઈ કાબાભાઈ દોમડીયાએ પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં બીશનસિંઘ અજનાર સામે ફરિયાદ નોંધાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક