• મંગળવાર, 14 એપ્રિલ, 2026

મોબાઈલ હેક કરી તબીબ સાથે રૂા.3.99 લાખની ઠગાઈ

અમરેલીમાં બનાવ : તબીબે લીંક તથા ફાઈલ ખોલતા બે એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા

અમરેલી, તા.3: અમરેલીના માણેકપરા વિસ્તારમાં આવેલી ઇંઉBિઍ બેંકની બાજુમાં સાંઈનાથ કોમ્પલેક્ષમાં ત્રીજા માળે રહેતા અને તે જ કોમ્પલેક્ષમાં નેત્રદિપ આંખની હોસ્પિટલ ધરાવતા ડોક્ટરને કોઈ અજાણ્યા આર.ટી.ઓ. ચલાન નામે ખોટી ઓળખ ઉભી કરી લીંક તથા ફાસ ફાઈલ મોકલી હતી અને આ ડોક્ટરે લીંક તથા ફાસ ફાઈલ ખોલતાની સાથે જ આ ડોક્ટરનો ફોન હેક કરી બે એકાઉન્ટમાંથી કુલ રૂા.3,99,814 ટ્રાન્સફર કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ થઈ છે.

મળતી વિગત મુજબ અમરેલીના માણેકપરા વિસ્તારમાં શેરી નં.2માં આવેલ ઇંઉBિઍ બેંકની બાજુમાં સાંઈનાથ કોમ્પલેક્ષમાં ત્રીજા માળે રહેતા અને તે જ કોમ્પલેક્ષમાં નેત્રદિપ આંખની હોસ્પિટલ ધરાવતા ચેતનભાઈ રમણીકભાઈ વ્યાસને ગત તા.27-7ના રોજ કોઈ અજાણ્યા શખસે આર.ટી.ઓ. ચલાન નામે ખોટી ઓળખ ઉભી કરી લીંક તથા ફાસ ફાઈલ મોકલી હતી અને લીંક તથા ફાસ ફાઈલ ખોલતા જ આ ડોક્ટરનો ફોન હેક કરી ઠગાઈ કરવાના ઈરાદે ઓનલાઈન ફ્રોડ કરી ડોક્ટરના ઇંઉBિઍ બેંક અમરેલી માણેકપરા બ્રાંચના સેવીંગ એકાઉન્ટમાંથી રૂપિયા 1,99,907 તથા તેમના જ નેત્રદિપ આંખની હોસ્પિટલના ઇંઉBિઍ બેંકના કરંટ એકાઉન્ટમાંથી પણ રૂપિયા 1,99,907 એમ બંને એકાઉન્ટમાંથી કુલ રૂપિયા 3,99,814ની ઓનલાઈન ફ્રોડ કર્યાની ડોક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક