બોટાદ એસઓજીનો દરોડો : મેડીકલ પ્રેકટીસનો સામાન, રોકડ સહિત રૂ.43 હજારની માલમતા કબજે
બોટાદ,
તા.4: પાળિયાદના મોટી વિરવા ગામમાં બોટાદ એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ડિગ્રી
વગર દવાખાનું ચલાવતા બોગસ તબીબને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત
વિગત મુજબ બોટાદ જિલલામાં મેડીકલની ડિગ્રી વગર પ્રેકટીસ કરતા શખસોને પકડી લઇ કાર્યવાહી
કરવા અંગે ભાવનગર પોલીસ મહા નિરીક્ષક તથા બોટાદના એસપીની સૂચનાથી એસઓજીના પી.આઇ. એમ.જી.
જાડેજા તથા પીએસઆઇ એ.એમ. રાવલ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળતા મોટી વિરવા ગામમાં એક મકાનમાં દરોડો પાડી મકાનમાં
મેડીકલની ડિગ્રી વગર જય મેડિકલ એન્ડ જનરલ સ્ટોર નામનું દવાખાનું ચલાવતા જયસુખ ગણેશભાઇ
બરોલીયા (ઉ.વ.25)ને પકડી લઇ જુદી -જુદી દવાઓ,
સીરીંજ, મેડીકલ પ્રેકટીસને લગતો સામાન રૂ.8110 રોકડા તથા મોબાઇલ મળી રૂ.42,265ની માલમતા
કબજે કરી કાર્યવાહી કરી હતી.