રવિરાજ
ચોકડી નજીક ટ્રેલર સહિત રાજસ્થાનનો ઇસમ પકડાયો
મોરબી:
મોરબી માળિયા હાઇવે પર રવિરાજ ચોકડી પાસે ટ્રેઇલરમાંથી 2752 બોટલનો જથ્થો ઝડપી લઇને
પોલીસે દારૂ, ટ્રેલર અને મોબાઇલ સહિત 16.10 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લઇને
ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી
તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ટ્રેલરમાં દારૂનો જથ્થો માળિયા તરફથી મોરબી આવવાનો છે જે બાતમીને
પગલે ટીમે રવિરાજ ચોકડી ખાતે વોચ ગોઠવી હતી અને ટ્રેલર પસાર થતા ટ્રેલર રોકી તલાસી
લીધી હતી, જેમાં પ્લાસ્ટિક બાચકામાં પુઠાના બોક્સમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
ટ્રેલરમાંથી
દારૂની 2752 બોટલ, ટ્રેલર અને મોબાઇલ સહિત કુલ રૂ.16,10,040નો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના
25 વર્ષીય રમજાન પુનાભાઇ કાઠાતને ઝડપી લઇને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.