• સોમવાર, 10 નવેમ્બર, 2025

મોરબી આંગડિયા મારફત 4.35 લાખ મેળવી ઠગાઇ ફોર વ્હીલ કાર આપવાનું કહી છેતરપિંડી આચરતા ફરિયાદ

મોરબી, તા.5: મોરબીના મહેન્દ્રનગર ગામે કંપનીનું નામ આપી ફોર વ્હીલર ગાડી આપવાનું કહીને આંગડીયા મારફત રૂ.4.35 લાખ મેળવી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે નોંધી તપાસ ચલાવી છે.

મોરબીના વાઘપરા શેરી નં. 6માં રહેતા 32 વર્ષીય ખોડીદાસભાઇ રમેશભાઇ પરમારે અર્પિતકુમાર પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, તે કંડલા બાયપાસ રોડ પર શિવ મોટર્સ નામની ફોર વ્હીલર ગાડીનું સર્વિસ સ્ટેશન ચલાવી વેપાર કરે છે. ગત તા.31 માર્ચના રોજ ઓએલએકસમાં ફોર વ્હીલર ગાડી ખરીદવા માટે જાહેરાત આવતા ગાડી ખરીદવા મેસેજ કર્યો અને સંપર્ક કરતા વિમલભાઇ નામના વ્યક્તિએ ફોનમાં વાત કરી  હતી. જેમાં  એક જૂની આઇ 20 કાર વેચવાની છે. જેથી તા.23 માર્ચના રોજ વિમલભાઇને ફોન કરતા તેને હળવદ રોડ રામકો સોસાયટી પાસે જીવરાજ ફાર્મ પાસે બોલાવ્યા હતા. જ્યાં સફેદ કલરની કાર  બતાવી હતી અને ભાવ રૂ.5.50 લાખ કહ્યો હતો. જેથી  રૂ.4.50 લાખમાં વેચાણ કરવાની હોય તો વાત કરજો તેમ કહ્યું હતું.

તા.28 માર્ચના રોજ ફોન આવ્યો અને વાત કરી હતી કે કાર ટવેન્ટી માંથી અર્પિતકુમાર પટેલ વડોદરાથી બોલું છું. વિમલભાઇ પાસેથી જે આઇ 20 કાર ખરીદવાની છે જે બાબતે વિમલભાઇ પટેલ સાથે વાતચીત થઇ છે તેઓની કાર મેં ખરીદી કરી છે અને વિમલભાઇને ક્રેટા કાર ખરીદવાની છે તેમાં હું તેઓને ડિસ્કાઉન્ટ કરી આપવાનો છું. વિમલભાઇ પાસેથી ખરીદ કરેલ આઇ 20 કાર તમને પસંદ આવતી હોય તો મારે પણ વેચવાની છે તેમ વાતચીત થઇ હતી. વિમલ પાસે ગાડી જોઇ આવો જો તમને પસંદ આવે તો રૂ.4,51,000માં સોદો કરી આપીશ.

જેથી  ફરિયાદી અને નાનો ભાઇ ઘરેથી રોકડા રૂ.4,35,000 લઇને મહેન્દ્રનગર ચોકડી વી પટેલ આંગડીયા ઓફિસે પહોંચ્યા હતા.

બાદમાં અર્પિતકુમારનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો અને રૂ.4.35 લાખની વિશ્વાસઘાત છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધવતા સીટી બી-ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025