જામરાવલથી માંગરોળ જતા હતા ત્યારે બન્યો બનાવ
પોરબંદર,
તા.5: પોરબંદર માધવપુર હાઇવે પર રાતીયા ગામ નજીક બોલેરોનું ટાયર ફાટતાં પલટી ખાઇ ગઇ
હતી. જેમાં જામરાવલ ગામના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે આઠ લોકોને ઇજા થતા
પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.
બનાવની
વિગત એવી છે કે, જામરાવલના કેટલાક લોકો બોલેરોમાં માંગરોય જતા હતા. દ્વારકા સોમનાથ
નેશનલ હાઇવે પર પોરબંદરથી માધવપુર તરફ જતા રસ્તે રાતીયા પાસે પહોંચી ત્યારે બોલેરોનું
ટાયર ફાટતા તે પલટી મારી ગઇ હતી.
અકસ્માતના
આ બનાવમાં જામ રાવલના લાખાભાઇ કરસનભાઇ વાઘેલા નામના 58 વર્ષના આધેડનું મૃત્યુ થયું હતું.
જ્યારે
અન્ય આઠ જેટલા લોકોને નાની મોટી ઇજા થતાં ભાવસિંહજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
ઘવાયેલા
તમામ આઠ લોકો જામરાવલના વતની છે જેમાં 46 વર્ષના સામતભાઇ ભીખાભાઇ ચૌહાણ, 60 વર્ષના
બાબુભાઇ સવદાસભાઇ સોલંકી, 5ખ વર્ષના અરજનભાઇ મસરીભાઇ ગામી, 63 વર્ષના અરશીભાઇ કારાભાઇ
જમોડ, 54 વર્ષના મહેન્દ્રભાઇ રામદેભાઇ વાઘેલા, 22 વર્ષના સુનીલ કારૂભાઇ ચૌહાણનો સમાવેશ
થાય છે.