• સોમવાર, 10 નવેમ્બર, 2025

નિવૃત્ત આચાર્યએ સરકારને 10.75 લાખનો ચૂનો ચોંપડયો જન્મ તારીખ બદલી વધુ નોકરી કરી લીધી : અંતે ભાંડો ફૂટયો

જૂનાગઢ, તા.12: જૂનાગઢ જિલ્લામાં એક શિક્ષણ સંસ્થાના પૂર્વ આચાર્ય અને તેમના પત્ની દ્વારા ડબલ પેન્શન અને નાણાકીય ગેરરીતિ આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ દંપતીએ ગુનાહિત કાવતરું રચીને સરકારી નાણાંની 10,75,487 રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ વિસાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ફરજ બજાવતા શિક્ષણ નિરીક્ષક 49 વર્ષીય મનીષાબેન ગોરધનભાઇ હીંગરાજીયાએ સરકાર તરફે ફરિયાદી બનીને વિસાવદર પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. વેકરિયા ગામની ગ્રામ્ય વિકાસ કેળવણી મંડળ સંચાલિત માધ્યમિક શાળાના પૂર્વ આચાર્ય મિતેશગીરી ઉર્ફે મૂળરાજગીરી સેવાગીરી ગોસ્વામી અને તેમના પત્ની તથા મંડળના પ્રમુખ ઇલાબેન મિતેશગીરી ઉર્ફે મુળરાજગીરી ગોસ્વામી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, નિવૃત્ત કર્મચારી મિતેશગીરી ઉર્ફે મૂળરાજગીરી ગોસ્વામીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને, સરકારી કચેરીના ખોટા સિક્કાઓ લગાવી, ખોટો રેકોર્ડ ઉભો કર્યો હતો. આ સમગ્ર ઘટના ક્રમમાં તેમની પત્ની, જે શાળા મંડળના ટ્રસ્ટી છે, તેમણે પણ સાથ આપ્યો હતો.

મિતેશગીરી ઉર્ફે મૂળરાજગીરીની અસલ જન્મ તારીખ 19/6/1964 હતી. (વેરાવળની મણીબેન છગનલાલ કોટક હાઇસ્કૂલના એસએલસી મુજબ) આ તારીખ મુજબ તેમને સત્રના લાભ સાથે 30/6/2022ના રોજ નિવૃત્ત થવાનું હતું. જો કે, આરોપીએ ‘િમતેશગીરી સેવાગીરી ગોસ્વામી’ના નામે બનાવટી સર્વિસ બુકમાં જન્મ તારીખ 19/6/1965 દર્શાવી. આ ખોટા દસ્તાવેજોના આધારે તેમણે એક વર્ષ વધારે નોકરી કરી, પગાર મેળવ્યો અને 1/11/2023થી પેન્શન પણ મંજૂર કરાવી લીધું. આ પ્રકારે તેમણે સરકારના નાણાં રૂ.10,75,487ની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે.

પ્રથમ પેન્શન મંજૂર થયા બાદ, આ દંપતીએ બીજી વખત આર્થિક લાભો મેળવવા માટે નવું કાવતરું રચ્યું. આચાર્ય ગોસ્વામીએ પોતાના જૂના નામનો ફાયદો ઉઠાવી, ‘શ્રી મૂળરાજગીરી સેવાગીરી ગોસ્વામી’ નામની બનાવટી સેવાપોથી ઉભી કરી. આ નવી સેવાપોથીમાં જન્મ તારીખ 19/12/1966 દર્શાવવામાં આવી હતી. આ પેન્શન કેસ ડિસેમ્બર 2024માં રજૂ કરવામાં આવ્યો હતો. આ બનાવટી દસ્તાવેજોમાં ઉચ્ચતર પગારના સ્ટીકરો અને નોંધો પર એકાઉન્ટ ઓફિસર, ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી, જૂનાગઢની બનાવટી સહીઓ કરેલી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025