• સોમવાર, 10 નવેમ્બર, 2025

મોડાસામાં રખડતા શ્વાનોનો બાળકી પર જીવલેણ હુમલો

બાળકીએ બૂમાબૂમ કરી મૂકતાં આસપાસથી લોકો દોડી આવ્યાં : ઘાયલ બાળકી સારવાર હેઠળ

મોડાસા તા.13 : ગુજરાતમાં રખડતા શ્વાનનો ચારેતરફ ત્રાસ છે.તંત્ર પણ જાણે ‘હોતી હૈ ચાલતી હૈ’ની નીતિ અખત્યાર કરી રહ્યું છે ત્યારે રખડતા કૂતરાએ મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલી પાવનસિટી રેસિડેન્સીમાં એક બાળકી પર હુમલો કરતા પગના ભાગે ઉંડા ઘા પડી ગયા હતા સદનસીબે આજુબાજુથી લોકો દોડી આવતા બાળકીનો આબાદ બચાવ થયો હતો. કુતરાના હુમલાના પગલે ઘાયલ બાળકીને સારવાર અર્થે દવાખાને ખસેડાઇ હતી.

મોડાસા શહેરમાં રખડતા પશુઓનો ભોગ અનેક નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકો સતત બની રહ્યા છે. રખડતા પશુઓ વાહનચાલકોને આડે ઉતરતા કેટલાક લોકોએ જીવ પણ ગુમાવવો પડયો છે. રખડતા પશુઓ કાબૂ કરવા નગરપાલિકા તંત્ર પાસે ઈચ્છા શક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે. કાગળ ઉપર કામગીરી બતાવવા માટે સમયાંતરે નગરપાલિકા રખડતા પશુઓને પાંજરે પુરવા નામ માત્રની કામગીરી કરતી રહે છે ત્યારે મેઘરજ રોડ પર આવેલી પાવનસિટી રેસીડેન્સીમાં રહેતી એક બાળકી પર ડાઘિયા કૂતરાએ હુમલો કરી બચકા ભરતાં બાળકીના શરીરે ગંભીર ઉંડા ઘા પડી ગયાં હતાં.

 બાળકીએ બૂમાબૂમ કરી મૂકતાં આજુબાજુથી લોકો દોડી આવતા બાળકી મૃત્યુના મુખમાં ધકેલાતા બચી ગઈ હતી. બાળકીને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે દવાખાને ખસેડાતા તબીબે સઘન સારવાર હાથ ધરી હતી મોડાસા શહેરમાં રખડતા પશુઓને પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. હવે જોવું રહ્યું કે, નઘરોળ તંત્ર રખડતા કૂતરાઓના ત્રાસને કાબૂમાં લેવા કયા પ્રકારની કાર્યવાહી કરે છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025