મોરબી, તા.13: માળિયા-હળવદ હાઇવે પર ડમ્પરમાં કિંમતનો પતરા અને તાલપત્રીની આડમાં છુપાવી લઇ જવાતો રૂ.10.83 લાખનો દારૂનો જથ્થો એલસીબી ટીમે ઝડપી લીધો છે. જેમાં ડમ્પર સહિત રૂ.25.93 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લઇ વધુ તપાસ શરૂ કરાઇ છે.
મોરબી
એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હળવદ તરફથી માળિયા એક ડમ્પર આવતું હતું જેમાં
પતરા અને તાલપત્રીની આડમાં દારૂનો જથ્થો છુપાવેલો હોવાની બાતમી મળી હતી. જેથી ટીમે
માળિયા ભીમસર ચોકડી નજીક રોકીને તપાસતા કુલ રૂ.10 લાખનો દારૂ સહિત કુલ રૂ.25,39,360નો
મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે
રાજસ્થાનના ડમ્પર ચાલક ચુનીલાલ અમેદારામ હુડાને પણ ઝડપી લીધો છે. માલ મોકલનાર વિજય
જેન્તીભાઇ પટેલનું નામ ખુલતા તેની સામે ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.